Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કલોલમાં ઇલેક્શનની અદાવતને લઇને યુવક પર હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Election) બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. જો કે તેની બાદ મોડી સાંજે ગાંધીનગર જિલ્લાના કલોલમાં ઇલેક્શનની અદાવતને લઇને યુવાન (Young attack)પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. જ્યારે યુવક પર હુમલામાં યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. જો કે યુવાનની તબિયત વધારે બગડતા ખાનગી હોસ્પિટલમાં (Private Hospital)રિફર કરવામાં આવ્યો છે. જેમાં માથાના ભાગે ધારદાર હથિયાર વડે ગંàª
કલોલમાં ઇલેક્શનની અદાવતને લઇને યુવક પર હુમલો  યુવકને હોસ્પિટલ ખસેડાયો
Advertisement
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Election) બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. જો કે તેની બાદ મોડી સાંજે ગાંધીનગર જિલ્લાના કલોલમાં ઇલેક્શનની અદાવતને લઇને યુવાન (Young attack)પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. જ્યારે યુવક પર હુમલામાં યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. જો કે યુવાનની તબિયત વધારે બગડતા ખાનગી હોસ્પિટલમાં (Private Hospital)રિફર કરવામાં આવ્યો છે. જેમાં માથાના ભાગે ધારદાર હથિયાર વડે ગંભીર ઇજાઓ કરાઈ હોવાનું ડોકટરે જાણ કરી હતી. જે અંગે પોલીસે ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી.
કલોલ વિધાનસભાના ધારાસભ્યના દીકરા અને ભત્રીજા પર  હુમલો 

આ સમગ્ર ઘટનામાં કલોલ વિધાનસભાના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના દીકરા અને ભત્રીજા સહિત અન્ય 10 લોકોએ હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. જેમાં ભાજપ કાર્યકર્તા પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ હુમલો કરવાની ઘટના સામે આવી છે. જેના પગલે ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નિવાસ બહાર મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા.
ઉલ્લેખનીય છે કે, આજે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં આચારસંહિતાનો કડક અમલ કરાવવામાં આવ્યો. ફ્લાઈંગ સ્કૉડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ દ્વારા પણ ચુસ્ત નિગરાની રાખી ચકાસણી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રૂ.31.92 કરોડ રોકડ જપ્ત કરવામાં આવ્યા, રૂ. 16.40 કરોડની કિંમતનો દારૂ, રૂ. 540.63 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને રૂ. 36.51 કરોડના મૂલ્યની સોના-ચાંદી કે અન્ય મૂલ્યવાન ધાતુ કબ્જે કરવામાં આવી છે. રૂ. 176.38 કરોડની અને ચીજવસ્તુઓ સહિત અત્યાર સુધીમાં કુલ રૂ. 801.85 કરોડની કિંમતની રોકડ અને ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×